
શનિવાર, 29 ઑગસ્ટ, 2009

બુધવાર, 25 ફેબ્રુઆરી, 2009
મંગળવાર, 18 નવેમ્બર, 2008
દૂરથી કોઈ મને સાદ કરે છે.

બહુ દૂરથી કોઈ મને સાદ કરે છે,
તારી જ યાદો મને યાદ કરે છે.
મંદ વહેતો પવન તારી વાત કરે છે,
તારા જ વિચારો આવી મજાક કરે છે.
વધતા ધબકારો તારો જ ભાસ કરે છે,
તારો આભાસ પણ મને ખાસ કરે છે.
નીંદરમાં પણ તું મને પરેશાન કરે છે,
મીઠીં ફૂકો મારી મને સતાવ્યા કરે છે.
રાત્રીના અંધકારને પણ વધુ રંગીન કરે છે,
મારી કલ્પનાઓને તું આમ જ જીવંત કરે છે.
શનિવાર, 18 ઑક્ટ્બર, 2008
સોમવાર, 6 ઑક્ટ્બર, 2008
ચાલને થોડી જીંદગી જીવી લઈએ ...

ચાલને થોડી જીંદગી જીવી લઈએ
ગમતી આપણી ક્ષણો જીવી લઈએ
આકાશમાં આપણે પણ ઉડી લઈએ,
ત્યાંથી મનગમતા રંગો વીણી લઈએ
રંગોના એ બધા કાફલાને વહેંચી લઈએ
નોખા શમણાઓને એનાથી સીંચીં લઈએ
તારાઓની ફરીથી ગણતરી કરી લઈએ
ગમતા તારાઓને આંખોમાં ભરી લઈએ
આપેલા કોલને ભીતર માં જ જડી લઈએ
હવે એકમેકનો સાથ કાયમ માંગી લઈએ
વન વીનાના જીવનની વ્યાખ્યા જાણી લઈએ
પંપાળી જીંદગીને એનો આભાર માની લઈએ
સમય ખૂબ જ ઓછો છે, યાદ કરી લઈએ
ઢળતો સૂરજ,ઉગતી સાંજો ની બાકી નોંધી લઈએ
સોમવાર, 21 જુલાઈ, 2008

પત્રમાં ભીડાયેળી હથેળીઓ ની ભીનાશ મોકલું ??
કે તને સ્પર્શવા જાગેલી ટેરવાઓની તરસ મોકલું ??
ડેમની પાળ પર ભુલાય ગયેલા લાલ ફૂલો મોકલું ??
કે ખોખારો ખાતો ઉંમરલાયક વડલાની છાય મોકલું ??
મહાદેવ ના મંદીરમાં ગાજતો મધુર ઘંટારવ મોકલું??
કે સમી સાંજે ગુંજી ઉઠેલ પખીંઓનો કલરવ મોકલું ??
કોરાધાકર તારા હૈયા માટે ભીની મારી લાગણીઓ મોકલું ??
કે લાગણીઓને જ મૂડી સમજતી મારી સમજણ મોકલું ??
તેમ છતાં લાગે અધુરો પત્ર તો, બોલ હવે હું શું મોકલું ????
ચાલ તારી સાથે જીવેલી મારી જીન્દગીની પળે - પળ મોકલું ....
સોમવાર, 14 જુલાઈ, 2008
બનાવટી ફૂલના ક્યારા

જીવનમાં મને પણ એ ઘણા પ્યારા હતાં,
પણ એ તો બધા સ્વાર્થ ના ચાળા હતાં,
સંબંધો ક્યાં મહેકતા હતાં પહેલાની માફક
બનાવટી ફૂલના બધા ક્યારા હતાં..
ક્યારેક સવારે,ક્યારેક રાત્રે ખીલતા હતાં,
કોઈ ખીલીને તરત જ કરમાતાં હતાં,
રાખી ખુબ જ નજીક, પછી દૂર કરતાં હતાં,
નજીવી બાબતોમાં સંબંધો તોડતા હતાં..
લાગણીઓ સાથે સુંદર રમત રમતાં હતાં,
કોઈ પુછે તો હળવે-હળવે હસતાં હતાં,
બનાવટ પાછળ બધા જ મધમાતાં હતાં,
ને એકમેકથી આમ જ છેતરાતાં હતાં...

