ગુરુવાર, 24 એપ્રિલ, 2008

કદાચ હું કાલે નહીં હોઉં...


ઊગતાં સૂરજને મને તું કંઈ પૂછવાં દે,
ઢળતી સાંજેને મને તું કંઈ પૂછવાં દે,
પૂછવાં દે આ ઘર,આ સંબધને,
કદાચ હું કાલે નહીં હોઉં.....

નીર ભીના તારા નેણ મને સ્પર્શવા દે,
તારા ગાલ પરનો તીલ મને સ્પર્શવા દે,
સ્પર્શવા દે તારા લલાટનું કુમ કુમ,
કદાચ હું કાલે નહીં હોઉં.....

જીવન મારું ક્ષણભર છે એ હવે સ્વીકારવા દે,
તારી હાજરી વગરનું જીવન થોડુંક જીવવા દે,
હવે તો આ જ વાસ્તવિકતા છે,
કદાચ કાલે હું નહીં હોઉં.....

મંગળવાર, 22 એપ્રિલ, 2008

યાદો , તારી જ યાદો ....


હસાવે છે આ યાદો ,રડાવે છે આ યાદો,
પજવવાની દરેક રીતે પજવે છે યાદો...

ભીડમાં હંમેશા મને એકલી પાડે છે યાદો,
એકાંતમાં એકલતા વધુ વધારે છે યાદો...

ક્યારેક ડૂબી જઉં જો હું યાદોના દરીયામાં,
તો લાવી મધદરીયે એકલી છોડે છે યાદો...

કોઈ માંગે તો ઉધારીમાં વેચું છું એ જ યાદો,
કયારેક મને તે પ્રેમથી આપી હતી જે યાદો...

બંધીયાર મનમાં જ્યારે ચક્રરાવે જઢી યાદો,
ત્યારે લખી કવિતા ફરી વહેતી કરી મે યાદો.....