મંગળવાર, 18 નવેમ્બર, 2008

દૂરથી કોઈ મને સાદ કરે છે.


બહુ દૂરથી કોઈ મને સાદ કરે છે,
તારી જ યાદો મને યાદ કરે છે.

મંદ વહેતો પવન તારી વાત કરે છે,
તારા જ વિચારો આવી મજાક કરે છે.

વધતા ધબકારો તારો જ ભાસ કરે છે,
તારો આભાસ પણ મને ખાસ કરે છે.

નીંદરમાં પણ તું મને પરેશાન કરે છે,
મીઠીં ફૂકો મારી મને સતાવ્યા કરે છે.

રાત્રીના અંધકારને પણ વધુ રંગીન કરે છે,
મારી કલ્પનાઓને તું આમ જ જીવંત કરે છે.

શનિવાર, 18 ઑક્ટોબર, 2008


અંતર સંવેદનાઓને મહેંકવાતો દે
એ મહેંક ઉપર મને કઈંક લખવાતો દે

મેઘધનુષ નો પડાવ બદલવાતો દે
છોડીને આભ એને મકાનમાં રહેવાતો દે

એકલતાની વેદનાને ઓસરવાતો દે
તારા એ મકાનને હવે ઘર બનવાતો દે

આંગણાને કંકું-ચોખા થી શોભવાતો દે
રહે છે અહીં,કવિ "ગ.મી" લોકોને જાણવાતો દે

સોમવાર, 6 ઑક્ટોબર, 2008

ચાલને થોડી જીંદગી જીવી લઈએ ...


ચાલને થોડી જીંદગી જીવી લઈએ
ગમતી આપણી ક્ષણો જીવી લઈએ

આકાશમાં આપણે પણ ઉડી લઈએ,
ત્યાંથી મનગમતા રંગો વીણી લઈએ

રંગોના એ બધા કાફલાને વહેંચી લઈએ
નોખા શમણાઓને એનાથી સીંચીં લઈએ

તારાઓની ફરીથી ગણતરી કરી લઈએ
ગમતા તારાઓને આંખોમાં ભરી લઈએ

આપેલા કોલને ભીતર માં જ જડી લઈએ
હવે એકમેકનો સાથ કાયમ માંગી લઈએ

વન વીનાના જીવનની વ્યાખ્યા જાણી લઈએ
પંપાળી જીંદગીને એનો આભાર માની લઈએ

સમય ખૂબ જ ઓછો છે, યાદ કરી લઈએ
ઢળતો સૂરજ,ઉગતી સાંજો ની બાકી નોંધી લઈએ

સોમવાર, 21 જુલાઈ, 2008


પત્રમાં ભીડાયેળી હથેળીઓ ની ભીનાશ મોકલું ??
કે તને સ્પર્શવા જાગેલી ટેરવાઓની તરસ મોકલું ??

ડેમની પાળ પર ભુલાય ગયેલા લાલ ફૂલો મોકલું ??
કે ખોખારો ખાતો ઉંમરલાયક વડલાની છાય મોકલું ??

મહાદેવ ના મંદીરમાં ગાજતો મધુર ઘંટારવ મોકલું??
કે સમી સાંજે ગુંજી ઉઠેલ પખીંઓનો કલરવ મોકલું ??

કોરાધાકર તારા હૈયા માટે ભીની મારી લાગણીઓ મોકલું ??
કે લાગણીઓને જ મૂડી સમજતી મારી સમજણ મોકલું ??

તેમ છતાં લાગે અધુરો પત્ર તો, બોલ હવે હું શું મોકલું ????
ચાલ તારી સાથે જીવેલી મારી જીન્દગીની પળે - પળ મોકલું ....

સોમવાર, 14 જુલાઈ, 2008

બનાવટી ફૂલના ક્યારા


જીવનમાં મને પણ એ ઘણા પ્યારા હતાં,
પણ એ તો બધા સ્વાર્થ ના ચાળા હતાં,
સંબંધો ક્યાં મહેકતા હતાં પહેલાની માફક
બનાવટી ફૂલના બધા ક્યારા હતાં..

ક્યારેક સવારે,ક્યારેક રાત્રે ખીલતા હતાં,
કોઈ ખીલીને તરત જ કરમાતાં હતાં,
રાખી ખુબ જ નજીક, પછી દૂર કરતાં હતાં,
નજીવી બાબતોમાં સંબંધો તોડતા હતાં..

લાગણીઓ સાથે સુંદર રમત રમતાં હતાં,
કોઈ પુછે તો હળવે-હળવે હસતાં હતાં,
બનાવટ પાછળ બધા જ મધમાતાં હતાં,
ને એકમેકથી આમ જ છેતરાતાં હતાં...

શનિવાર, 12 જુલાઈ, 2008

ઓ મેહુલીયા ....


ઓ મેહુલીયા આમ કેમ વરસે છે તું ??
કોરીધાકર ધરતી ને કેમ પજવે છે તું ??

પીછાણે છે સારી રીતે એની તરસને તું ??
તો ઝરમર વરસી કેમ તરસી કરે છે તું ??

રાત્રીના ગાઢ અંધકારમાં શું દેખે છે તું ??
તારી જ વિશાળતાથી એને ઢાંકે છે તું ??

તારા હ્રદયની વાતો ને કદી માને છે તું ??
ભીંજાતી આ ધરાને ક્યારેક નીહાળે છે તું ??

ખીલી ઉઠે છે એનું યૌવન એ જાણે છે તું ??
એ જાણ્યા પછી ક્યારેય એને માણે છે તું ??

સોહામણા તારા સ્પર્શથી શું અજાણ છે તું ??
કે સ્પર્શવા "લજામણી"ને ડોળ કરે છે તું ??

બુધવાર, 2 જુલાઈ, 2008

"લજામણી" થઈ ગઈ


મજાક મજાક માં મજાની વાત થઈ ગઈ,
તું કાયમ માટે મારો,ને હું તારી થઈ ગઈ.

તું ચાહે છે મને એ વાત જાણીતી થઈ ગઈ,
એ જાણીને હું તો પાણી - પાણી થઈ ગઈ.

જિંદગી કઈંક અંશે મારી સારી થઈ ગઈ,
એમ લાગે કે એને પણ હું પ્યારી થઈ ગઈ.

દઝાડતા દિવસોની યાદ ઝાંખી થઈ ગઈ,
ફૂલો અને કટંક ની જાણે મિત્રતા થઈ ગઈ.

વર્ષાની બુંદોથી ધરતી મધમાતી થઈ ગઈ,
હવે સુકાયેલી એક નદી વહેતી થઈ ગઈ.

પેલા જ્યોતિષે કહેલી વાત સાચી થઈ ગઈ,
તને પામી ને હું તો "લજામણી" થઈ ગઈ...

શુક્રવાર, 16 મે, 2008


તારી જ માલીકીનું હોય એવું એક મન દે,
વિચારવા થાવ મજબુર એવું એક મન દે,
રહું જેમા હું માત્ર તારી ને તારી જ બનીને,
જો મન થાય તો આવું મને મન દે...

મનથી મન સુધીનું જેમા મીલન હોય,
શ્વાસ કે વિશ્વાસની જેમાં વાત જ ના હોય,
તારા જ હોવાપણાની જેમા અનુભુતી હોય,
જો મન થાય તો આવું મને મન દે...

જેમા મન મારૂ માણસાઈથી ભરેલું હોય,
લોકોની તકલીફ સમજવાની થોડીક સમજણ હોય,
તને સ્પર્શેલા બુંદમાં જ મારૂ અસ્તીત્વ હોય,
જો મન થાય તો આવું મને મન દે...

શુક્રવાર, 2 મે, 2008

બની જવું ગમે...


તું શ્વાસમાં ભરે એ હવા થઈ મહેકવું ગમે...
તું આખોમાં ભરે એ સ્વપન થઈ સજવું ગમે...
તું સ્પર્શે જેને જેને એ બની જવું ગમે...

તું પીવે હોઠોથી જે જામ એમા મદિરા થઈ છલકવું ગમે...
તું કર્ણૉ દ્વારા સાંભળે વારંવાર એવું ગીત થઈ ગુંજાવું ગમે...
તું સ્પર્શે જેને જેને એ બની જવું ગમે...

તું બોલે જે જિહ્વા થી તેના શબ્દો થઈ વહેવું ગમે......
તું લખે જે કાગળ પર તેના અક્ષરો થઈ ઘુંટાવું ગમે.....
તું સ્પર્શે જેને જેને એ બની જવું ગમે...

“Lajamani” & “Radhe Krishna”

ગુરુવાર, 24 એપ્રિલ, 2008

કદાચ હું કાલે નહીં હોઉં...


ઊગતાં સૂરજને મને તું કંઈ પૂછવાં દે,
ઢળતી સાંજેને મને તું કંઈ પૂછવાં દે,
પૂછવાં દે આ ઘર,આ સંબધને,
કદાચ હું કાલે નહીં હોઉં.....

નીર ભીના તારા નેણ મને સ્પર્શવા દે,
તારા ગાલ પરનો તીલ મને સ્પર્શવા દે,
સ્પર્શવા દે તારા લલાટનું કુમ કુમ,
કદાચ હું કાલે નહીં હોઉં.....

જીવન મારું ક્ષણભર છે એ હવે સ્વીકારવા દે,
તારી હાજરી વગરનું જીવન થોડુંક જીવવા દે,
હવે તો આ જ વાસ્તવિકતા છે,
કદાચ કાલે હું નહીં હોઉં.....

મંગળવાર, 22 એપ્રિલ, 2008

યાદો , તારી જ યાદો ....


હસાવે છે આ યાદો ,રડાવે છે આ યાદો,
પજવવાની દરેક રીતે પજવે છે યાદો...

ભીડમાં હંમેશા મને એકલી પાડે છે યાદો,
એકાંતમાં એકલતા વધુ વધારે છે યાદો...

ક્યારેક ડૂબી જઉં જો હું યાદોના દરીયામાં,
તો લાવી મધદરીયે એકલી છોડે છે યાદો...

કોઈ માંગે તો ઉધારીમાં વેચું છું એ જ યાદો,
કયારેક મને તે પ્રેમથી આપી હતી જે યાદો...

બંધીયાર મનમાં જ્યારે ચક્રરાવે જઢી યાદો,
ત્યારે લખી કવિતા ફરી વહેતી કરી મે યાદો.....

સોમવાર, 31 માર્ચ, 2008

તમને ગમતા ફૂલ..


ના ખીલતા,
ના કરમાતા,
અમે તો થોર ના ફૂલ,

ના રૂપાળુ રૂપ,
ના રંગીન રંગ,
અમે તો ભમરા વિહોણા ફૂલ,

ના સુગંધ,
ના મહેંક,
માત્ર નામના જ ફૂલ,

તમે જ કહો,
કેવી રીતે બનીયે ??
તમને ગમતા ફૂલ..

સોમવાર, 17 માર્ચ, 2008

હું જીવું છું..


વિશ્વાસ થી આપેલા શ્વાસમાં હું જીવું છું,
અકબંધ શરીર માં પુરાઈ ને હું જીવું છું.

દરેક સંબંધ છે નામ વગરના છતાંય,
સંબંધમાં મળેલ સંબોધનમાં હું જીવું છું.

વેદનાસભર જીવનની પળ જીવી તો જો,
પળથી બનેલ વર્ષોમાં વર્ષોથી હું જીવું છું.

તારી ગેરહાજરી હજી સ્વીકારી નથી શકતી,
એટલે જીવંત રાખી તને આજેય હું જીવું છું.

સોમવાર, 10 માર્ચ, 2008

સંભારણું.....


ધરતીને તો આકાશને જ અડવું હતું
નદીને તો માત્ર દરીયાને જ મળવું હતું
ઝરણાંને તો આમ જ વહેવું હતું
મારે તો ફક્ત તારા જ રહેવું હતું.....

રાતરાણીને તો દિવસે મહેકવું હતું
ચંદ્રને તો ચાંદનીમાં જ ઓગળવું હતું
અંધકારને તો ઉજાસમાં સમાવવું હતું
મારે તો ફક્ત તારા જ રહેવું હતું......

મનથી તારા મન સુધી જ પહોચવું હતું
તારા વિના મારે ક્યાં જીવવું હતું ???
તારા જ સ્પર્શે તો "લજામણી" બનવું હતું
મારે તો ફક્ત તારા જ રહેવું હતું......

સોમવાર, 3 માર્ચ, 2008

બંધ કર.....

વિશ્વાસ ને તું તોડવાનું બંધ કર,
લોકો ને હવે તું છેતરવાનું બંધ કર,

દુભાયેલી લાગણીને વધુ દુભાવનાર,

લાગણીશીલ વ્યકતીને હૈયું આપવાનું બંધ કર,

જડ બની જીવાય જશે જીવન દરેકનું,

લોકોની પ્રાર્થના સાથે તું રમવાનું બંધ કર,

પશ્નો ઘણા ઉદભવ્યા છે,આજે તારા અસ્તિવ પર,

તું છું ??તો રહી મારી સાથે મંદિરમાં રહેવાનું બંધ કર,

રજમાત્ર ધુળ પણ તું ફૂલ પર ના સ્વીકારી શકે ????

તો બની મનુશ્ય, તું ઇશ્વર બનવાનું બંધ કર..

બુધવાર, 27 ફેબ્રુઆરી, 2008

સંભારણું.....


ચાંદ અને ચાંદનીની જોડી ખુબ વહાલી લાગે
એની બાજુનો તારો તારા ગાલ પરનો તીલ લાગે,


તારો સાથ હોય તો આ સમય ખુબ સુંદર લાગે
મારા હાથમાં તારો જ હાથ ખુબ વહાલો લાગે,

આ ઠંડી હવાનો સ્પર્શ મને ખુબ માદક લાગે
તું નજરોથી સ્પર્શે મને બસ કઈંક એવું જ લાગે,

તારા વગર સાચું કહું તો બહુ સૂનું સૂનું લાગે
આ એકલતા મને કોરી ખાસે કંઇક એવું લાગે,

દૂરથી તું જોતો , ડુંગર કેવા રળીયામણા લાગે
પાસેથી એ પણ તારા જેવા લાગણી વિહોણા લાગે...

મંગળવાર, 26 ફેબ્રુઆરી, 2008

તને ચાહું છું....


મળે છે તું ક્યારેક છતાં હું તને ચાહું છું,
વરસે છે તું ભાગ્યે જ છતાં હું તને ચાહું છું.


વિચારો ઘણા છેટા છે તારા અને મારા,
તું આભ અને હું ધરા છતાં હું તને ચાહું છું.

લાગણીઓની કિંમત શું જાણે આ જમાનો,
માંગણીઓથી મળે બધુ છતાં હું તને ચાહું છું.

સ્પર્શની પરીભાષા જાણી હું તને ચાહું છું,
તું શું જાણે ?? કેટલું હું તને ચાહું છું.

સૂરજ બની પ્રકાશે તું હંમેશા મારી દુનિયા,
છું ચંદ્રની ચાંદની છતાં હું તને ચાહું છું.....

મંગળવાર, 29 જાન્યુઆરી, 2008


મન મુકી તમે વરસતા શીખો,
કયારેક તો મને ભીંજવતા શીખો

લાગણીઓને ના ધુઓ આંસુઓ વડે,
શબ્દ થકી એને સમજાવતા શીખો

પ્રેમ શા માટે રાખો તમે છાનો છાનો,
સ્પર્શ ની આપી વાચા કહેતા શીખો

જીવન સંપૂર્ણ રંગાઈ જશે જ તમારૂ,
ગુલાબી આ રંગ માં રંગાતા શીખો

કયા સુધી હું રાહ જોઉ તમારી ???
કયારેક તો મને તમારા કહેતા શીખો

મન મુકી તમે ભીંજવતા શીખો....
મારા થકી તમે ભીંજાતા શીખો....

સોમવાર, 21 જાન્યુઆરી, 2008

એકલો અટુલો તારો રોજ આકાશમાં ટમક્યાં કરે,
અને પાછો રોજ મને કંઈક નવું સમજાવ્યા કરે

જાણે મારી એકલતાની ચાડી ખાતો હોય તેમ,
બહું દૂરથી જોઈ મને, ખૂબ હસ્યા કરે

જીવનમાં બધું જ છે છતાં "પણ" આ
"પણ" પાછળના જણ ને મારામાં જ શોધ્યા કરે

જ્યારે વિચારોની વેદના આસું બની સર્યા કરે,
ત્યારે રૂદન મારું જોઈ પોતે પણ રડ્યાં કરે,

મધરાતે પણ એ મારી જ પ્રતિક્ષા કર્યા કરે
નિંદરની ગેરહાજરીમાં મિત્રની ખોટ સાર્યા કરે