મંગળવાર, 25 ડિસેમ્બર, 2007

મારી વહાલી "એકલતા"

વર્ષોથી સંઘરેલી મારી મૂડી તું જ તો છે.
હંમેશા મને તારી ગણતી તું જ તો છે.


મારા જ મનની નિવાસી તું જ તો છે.
મિત્રોથી હંમેશા વંચીત તું જ તો છે.

મને જાણતી ને ,મને જ માણતી તું જ તો છે.
મને સમજાવતી,મને સંભાળતી તું જ તો છે.

મારા હાસ્ય, મારા આંસુમાં તું જ તો છે.
છોડું તારો સાથ તો,બમણી વળગતી તું જ તો છે.

બે ધબકારો વચ્ચેની ખાલી જગ્યામાં તું જ તો છે.
મારા અને પારસમણી વચ્ચેનો સેતું તું જ તો છે.

જેના માટે હું લખું આ કવિતા એ બીજું કોઈ નહીં,
મારી વહાલી "એકલતા" એ તું જ તો છે.

મંગળવાર, 11 ડિસેમ્બર, 2007

સંભારણું....

સૂનીં એક સાંજે તું યાદ આવ્યો
એકાંત ભરી રાતે તું યાદ આવ્યો

કળીઓ જ્યારે ભમરાને જોઈ ઝુકી જરા
એ ઘડી, એ ક્ષણે તું યાદ આવ્યો...

દર્પણમાં મારું પ્રતિબિંબ જોયું અને તું યાદ આવ્યો
સપનાઓની યાદી બનાવી અને તું યાદ આવ્યો

સૂર્ય જ્યારે આથમ્યો પેલે પાર ચંદ્રને જોઈ
એ ઘડી, એ ક્ષણે તું યાદ આવ્યો...

વાત જ્યારે મારી આવી તું યાદ આવ્યો
વરસતી એકલી વાદલડી જોઈ તું યાદ આવ્યો

માંગતા તને આકાશમાંથી જ્યારે ખર્યો એક તારો
એ ઘડી, એ ક્ષણે તું યાદ આવ્યો.....

રાત.......

દરરોજ રાતે આવે આવી રાત
અંધકારની સાથે આવે તારી યાદ..

દિવસ તો વીતી જાય છે પળવારમાં
નથી વીતતી હવે આ લાંબી રાત..

આંખ ઉભરાય છે લાગણીઓથી વાંરવાર
આવે છે જ્યારે તારી એજ મીઠી યાદ..

ઘણાં રહ્યાં દૂર હવે નથી રહેવું દૂર
તારા જ સપને સજાવી છે અનેક રાત..

તારા વિચારોથી મહેંકે છે મારી દરેક રાત
ક્યારેક તો મને સ્પર્શી મહેકાવો મારી એકાદ રાત..

શનિવાર, 8 ડિસેમ્બર, 2007

મારા હાથમાં તારો જ હાથ.....

મારા હાથમાં તારો જ હાથ જોવા મળે,
બંધ આંખ ખોલુ અને ચહેરો તારો જ જોવા મળે.

કંઈ બોલુ ત્યારે તારો જ અવાજ સાંભળવા મળે
નજર ઠેરવું જ્યારે તારી જ પડછાઈ જોવા મળે.

તારા બની ચમકે જ્યારે તારા આકાશમાં
તારા એ તારા નહીં મને મારા એ જોવા મળે.

ઓગળી જાઉં પળવારમાં મીણ માફક,
તારા જ સ્પર્શ થકી જો ઓગળવા મળે.

ઘન્ય ગણું મારા આ જીવનને ત્યારે જ
જો તારી જ સાથે જીવવા અને મરવા મળે.

બુધવાર, 5 ડિસેમ્બર, 2007

સ્પર્શથી પર તેવા પારસમણી માટે..

નોખી એક વ્યકિત, ને નોખું એનું ઉપનામ,
નોખી એની વાત, ને નોખું એનું માન,


નોખા એના વેણ(કટાક્ષભર્યા), નોખી એની રીત
નોખી રીતે ઘડાયેલો, નોખો એ જણ,


ખારાશ રાખી અવાજમાં દુભાયેલી લાગણીઓ સંતાડતો,
એ જ ખારાશ થકી એના નયન ને સજાવતો,


એકલતા પ્રત્યેનો એનો પ્રેમ, એકાંતમાં જ વાગોળતો,
દઝાડતા પશ્રોના જવાબમાં અમુક સમયનું મૌન એ માંગતો,


અશ્રુ ભીની મારી આંખોમાં હાસ્ય એ રેલાવતો,
પ્રિય મિત્ર તરીકેની ફરજને, એ આજ રીતે નિભાવતો.

શનિવાર, 1 ડિસેમ્બર, 2007

તારી યાદની યાદ.....



તારી યાદને યાદ કરી જ્યારે બેઠી હતી
ત્યારે જ હવામાં કંઈક સુગંધ ફેલાઈ હતી

ચંદ્ર પણ ઊંચેંથી આ ર્દશ્ય નિહાળતો હતો,
ચાંદનીને એ કંઈક સમજાવતો હતો.

તારા સંબોધનને જ્યારે હું સ્પર્શી હતી,
વાદળ સમ આંખ મારી વરસી હતી.

તારી તસ્વીરને જ્યારે મેં ચુમી હતી,
ચાંદની શરમાઈને ધીમું હસી હતી.

ઈશ્વર પાસે જ્યારે મેં તને માંગ્યો હતો,
આકાશમાંથી એક તારો ત્યારે જ ખર્યો હતો.