શનિવાર, 8 ડિસેમ્બર, 2007

મારા હાથમાં તારો જ હાથ.....

મારા હાથમાં તારો જ હાથ જોવા મળે,
બંધ આંખ ખોલુ અને ચહેરો તારો જ જોવા મળે.

કંઈ બોલુ ત્યારે તારો જ અવાજ સાંભળવા મળે
નજર ઠેરવું જ્યારે તારી જ પડછાઈ જોવા મળે.

તારા બની ચમકે જ્યારે તારા આકાશમાં
તારા એ તારા નહીં મને મારા એ જોવા મળે.

ઓગળી જાઉં પળવારમાં મીણ માફક,
તારા જ સ્પર્શ થકી જો ઓગળવા મળે.

ઘન્ય ગણું મારા આ જીવનને ત્યારે જ
જો તારી જ સાથે જીવવા અને મરવા મળે.

5 ટિપ્પણીઓ:

અજ્ઞાત કહ્યું...

Nice 1 Madam. Going Gr8. God bless u.

Chetan Framewala કહ્યું...

ભાવ સુંદર છે, પરંતુ એ સાથે થોડા છંદો નું ધ્યાન રાખો તો આપને પણ વાંચવની અને બીજાને સાંભળવાની વધુ મજા પડે.
વિવેકભાઈ, જુગલ કાકા નાં બ્લોગ પર છંદની સ-રસ માહિતી પ્રાપ્ત છે.

જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા

Unknown કહ્યું...

''tara ae tara nahi,mane mara ae jova male''...
vah vah...joke aakhi rachna j khub sundar chhe...

Ketan Shah કહ્યું...

તારા બની ચમકે જ્યારે તારા આકાશમાં
તારા એ તારા નહીં મને મારા એ જોવા મળે

બહુ જ સરસ રચના

Unknown કહ્યું...

awesome