સોમવાર, 31 માર્ચ, 2008

તમને ગમતા ફૂલ..


ના ખીલતા,
ના કરમાતા,
અમે તો થોર ના ફૂલ,

ના રૂપાળુ રૂપ,
ના રંગીન રંગ,
અમે તો ભમરા વિહોણા ફૂલ,

ના સુગંધ,
ના મહેંક,
માત્ર નામના જ ફૂલ,

તમે જ કહો,
કેવી રીતે બનીયે ??
તમને ગમતા ફૂલ..

સોમવાર, 17 માર્ચ, 2008

હું જીવું છું..


વિશ્વાસ થી આપેલા શ્વાસમાં હું જીવું છું,
અકબંધ શરીર માં પુરાઈ ને હું જીવું છું.

દરેક સંબંધ છે નામ વગરના છતાંય,
સંબંધમાં મળેલ સંબોધનમાં હું જીવું છું.

વેદનાસભર જીવનની પળ જીવી તો જો,
પળથી બનેલ વર્ષોમાં વર્ષોથી હું જીવું છું.

તારી ગેરહાજરી હજી સ્વીકારી નથી શકતી,
એટલે જીવંત રાખી તને આજેય હું જીવું છું.

સોમવાર, 10 માર્ચ, 2008

સંભારણું.....


ધરતીને તો આકાશને જ અડવું હતું
નદીને તો માત્ર દરીયાને જ મળવું હતું
ઝરણાંને તો આમ જ વહેવું હતું
મારે તો ફક્ત તારા જ રહેવું હતું.....

રાતરાણીને તો દિવસે મહેકવું હતું
ચંદ્રને તો ચાંદનીમાં જ ઓગળવું હતું
અંધકારને તો ઉજાસમાં સમાવવું હતું
મારે તો ફક્ત તારા જ રહેવું હતું......

મનથી તારા મન સુધી જ પહોચવું હતું
તારા વિના મારે ક્યાં જીવવું હતું ???
તારા જ સ્પર્શે તો "લજામણી" બનવું હતું
મારે તો ફક્ત તારા જ રહેવું હતું......

સોમવાર, 3 માર્ચ, 2008

બંધ કર.....

વિશ્વાસ ને તું તોડવાનું બંધ કર,
લોકો ને હવે તું છેતરવાનું બંધ કર,

દુભાયેલી લાગણીને વધુ દુભાવનાર,

લાગણીશીલ વ્યકતીને હૈયું આપવાનું બંધ કર,

જડ બની જીવાય જશે જીવન દરેકનું,

લોકોની પ્રાર્થના સાથે તું રમવાનું બંધ કર,

પશ્નો ઘણા ઉદભવ્યા છે,આજે તારા અસ્તિવ પર,

તું છું ??તો રહી મારી સાથે મંદિરમાં રહેવાનું બંધ કર,

રજમાત્ર ધુળ પણ તું ફૂલ પર ના સ્વીકારી શકે ????

તો બની મનુશ્ય, તું ઇશ્વર બનવાનું બંધ કર..