સોમવાર, 3 માર્ચ, 2008

બંધ કર.....

વિશ્વાસ ને તું તોડવાનું બંધ કર,
લોકો ને હવે તું છેતરવાનું બંધ કર,

દુભાયેલી લાગણીને વધુ દુભાવનાર,

લાગણીશીલ વ્યકતીને હૈયું આપવાનું બંધ કર,

જડ બની જીવાય જશે જીવન દરેકનું,

લોકોની પ્રાર્થના સાથે તું રમવાનું બંધ કર,

પશ્નો ઘણા ઉદભવ્યા છે,આજે તારા અસ્તિવ પર,

તું છું ??તો રહી મારી સાથે મંદિરમાં રહેવાનું બંધ કર,

રજમાત્ર ધુળ પણ તું ફૂલ પર ના સ્વીકારી શકે ????

તો બની મનુશ્ય, તું ઇશ્વર બનવાનું બંધ કર..

1 ટિપ્પણી:

તેજસ ભાવસાર કહ્યું...

મેં કદિ તોડ્યો નથિ એ વિશ્વાસની ક્યાં વાત છે...
તેં કદિ મૂક્યો નથિ એ વિશ્વાસની આ વાત છે...

હૃદય તુજને જે દિધું એમાં જ રહુ જો હું નહી...
પ્રાર્થના જે તે કરી તેમા અડગ પણ તં નહી...
જે કર્યું તે જાતે જ કર્યું મારો શું તેમાં વાંક છે...
ગેરહાજરી મારી ગણી તે સમયની વાત છે...
મેં કદિ તોડ્યો નથિ એ વિશ્વાસની ક્યાં વાત છે...

વિષ ધરો ભાવે ધરો તે પણ ધરીશ કંઠમાં...
વિશ્વાસ તારો ના ડગે જો મારા સુંધીના પંથમાં...
ખાસી દૂરી બાકી હજુ શરુઆતનો આ થાક છે...
તુંય ઈશ્વર થઈ શકે એક થવાની વાત છે...
મેં કદિ તોડ્યો નથિ એ વિશ્વાસની ક્યાં વાત છે...