મંગળવાર, 30 ઑક્ટોબર, 2007

હું રહીશ તો તારી જ સાથે...

તારી 'હા' અને 'ના' મારા
માટે બન્ને મહત્વની છે...

તું 'ના' પાડીશ તો તારા હૃદયમાં
અકબંધ લાગણી બનીને રહીશ...

તું 'હા' પાડીશ તો તારા કપાળનું
કુમકુમ બનીને રહીશ..

પણ હું રહીશ તો તારી જ સાથે...

શનિવાર, 20 ઑક્ટોબર, 2007

એકલી અધુરી સાંજે....

એકલી અધુરી સાંજે આપણે મળ્યાં હતા,
ને દરીયાને કિનારે જઈને બેઠા હતા,


સંધ્યાના રંગો અંધકારમાં સમાયા હતા,
જ્યારે તમારી આંખમાંથી આંસુ સર્યા હતા,

આમ તો અમે સાવ અધુરા હતા,
ને તોય તમારે મન અમે મધુરા હતા,

સપના જે આપણા અધુરા રહ્યાં હતા,
એ સપના આપણા જ પુરા કરવાના હતા.

શનિવાર, 13 ઑક્ટોબર, 2007

મન થાય....

મન મૂકી તારા પર વરસવાનું મન થાય..
ભીંજવી તને ખુદ ભીંજાવાનું મન થાય..


હાથમાં રાખી હાથ નજીક બેસવાનું મન થાય..
ને તારા જ સ્પર્શ થકી મહેકવાનું મન થાય..

તારા જ રંગે રંગાવાનું મન થાય..
ને પછી,તારામાં જ ભળી જવાનું મન થાય..

ફક્ત તને એક ને જ પામવાનું મન થાય..
ને માત્ર તારે કારણે જ મને જીવવાનું મન થાય.....

સોમવાર, 8 ઑક્ટોબર, 2007

તો સારું....

આવું રોજ કરતા રહો તો ઘણું સારું
કોક વાર મળતા રહો તો વધુ સારું
રસ્તાઓ તો ઘણા છેટા છે તમારા અને મારા
કોક વાર એ પણ મળતા રહે તો વધુ સારું
માત્ર મનને મનાવી ને બધા જીવન જીવે છે અહીં
એકમેકને મનાવી ને જીવાય તો વધુ સારું

શનિવાર, 6 ઑક્ટોબર, 2007

ઝંખુ છું...

જીવનભર સાથે રહે એવી ઝંખુ છું મિત્રતા
ફેલાય જેની સોડમ ચોતરફ્ એવી ઝંખુ છું મિત્રતા


સમાજનાં બંધન ના હોય જેમાં એવી ઝંખુ છું મિત્રતા
રહે પવિત્ર હમેશાં એવી ઝંખુ છું મિત્રતા

મરણ સુધી કાયમ રહે એવી ઝંખુ છું મિત્રતા
પેલો ચાંદ પણ નજર લગાડે એવી ઝંખુ છું મિત્રતા

શુક્રવાર, 5 ઑક્ટોબર, 2007

શેના વિશે લખું ???

તારા હૃદયની વિશાળતા વિશે લખું ??
કે તારી ને મારી મિત્રતા વિશે લખું ??


કોરીધાકોર તારી લાગણીઓ વિશે લખું ??
કે તને કોરી ખાતી આ એકલતા વિશે લખું ??

સમયે મારેલા તમાચાઓ વિશે લખું ??
કે સંબંધમા મળેલા વિશ્વાસઘાત વિશે લખું ??

સ્વપ્ન વિહોણી તારી રાતો વિશે લખું ??
કે નિસાસાથી ભરેલા તારા શ્વાસ વિશે લખું ??

સ્પંદન વિહોણા તારા અહેસાસ વિશે લખું??
કે કોઈને સ્પર્શેલા તારા સંભારણા વિશે લખું ??

લખવા માટે તો ઘણું બધુ છે મારા વાહલા,
હવે તુજ કહે કે હું શેના વિશે લખું ???

તારા સાનિધ્યમાં...

જીવન મારું બન્યું અતિ સુંદર તારા સાનિધ્યમાં,
અને એકલતા બધી ગઈ વિસરાઈ તારા સાનિધ્યમાં...


નાની નાની મારી ઈચ્છાઓ થઈ તૃપ્ત તારા સાનિધ્યમાં,
ને પ્રાર્થનાઓ થઈ ફળીભુત તારા સાનિધ્યમાં..

પ્રેમનો સાચો અર્થ પામી હું તારા સાનિધ્યમાં,
ને સંબંધો આ મથાળા હેઠળ રચાયા તારા સાનિધ્યમાં..

મારા જીવનની છેલ્લી ઈચ્છા છે તારા સાનિધ્યમાં,
કે તું સફળતા પામે તારા જીવનમાં મારા સાનિધ્યમાં....