શુક્રવાર, 5 ઑક્ટોબર, 2007

શેના વિશે લખું ???

તારા હૃદયની વિશાળતા વિશે લખું ??
કે તારી ને મારી મિત્રતા વિશે લખું ??


કોરીધાકોર તારી લાગણીઓ વિશે લખું ??
કે તને કોરી ખાતી આ એકલતા વિશે લખું ??

સમયે મારેલા તમાચાઓ વિશે લખું ??
કે સંબંધમા મળેલા વિશ્વાસઘાત વિશે લખું ??

સ્વપ્ન વિહોણી તારી રાતો વિશે લખું ??
કે નિસાસાથી ભરેલા તારા શ્વાસ વિશે લખું ??

સ્પંદન વિહોણા તારા અહેસાસ વિશે લખું??
કે કોઈને સ્પર્શેલા તારા સંભારણા વિશે લખું ??

લખવા માટે તો ઘણું બધુ છે મારા વાહલા,
હવે તુજ કહે કે હું શેના વિશે લખું ???

2 ટિપ્પણીઓ:

અજ્ઞાત કહ્યું...

ખુબજ સુંદર રચના છે તમારી આવી જ સુંદર રચના થી બ્લોગ સજાવતા રહેજો.

કપિલ દવે

Unknown કહ્યું...

gud gud