શુક્રવાર, 25 ડિસેમ્બર, 2009




આ નભ,વાદળ અને ચાંદની
વાત હતી એક ખાલી રાતની

ઠૂઠાં થઈ ટટ્ટાર ઉભેલા ઝાડની
ચોમેર ફેલાતા આછાં પ્રકાશની

રાહ જોઈ થાકેલા એક બાગની
ફૂલો સાથે સંબંધ તોડનાર સુવાસની

કદી ના મળી શકનાર વળાંકની
વિસરાઇ ગયેલા એક મુકામની

મંગળવાર, 1 ડિસેમ્બર, 2009



દૂર તારાથી મારે ક્યાં રહેવું હતું ?
તારી નીકટતા લોભામણું સપનું હતું

સોમવાર, 30 નવેમ્બર, 2009



રાધાનું રૂપ એક, કાનાનું હજાર ,
આભમાં ચંદ્ર એક, તારાઓ હજાર

મન કેવું અવળચંડુ હોય છે
મોતી નું ઘર છીપલું હોય છે

શનિવાર, 28 નવેમ્બર, 2009



તું કલ્યાણી, દ્રોપદી, કૃષ્ણા!
કોણ જાણ્યું તારી તૃષ્ણા ?

શુક્રવાર, 27 નવેમ્બર, 2009


મર્યા પછી તો સુખ જ હતું, શ્રીરંગ
ત્યાં સુધી પહોંચવું જ કપરુ હતું


ફૂલનું જ ઝેર ચઢયું હશે,
પતંગીયું એટલે જ તરફડ્યું હશે

શનિવાર, 3 ઑક્ટોબર, 2009




વેદનાઓ ઝીલી હતી જે હામમાં,
ઉતારી એને જ અમે સાનમાં,

વાતો રહી તારી,મારી યાદમાં,
રાત આખી વીતી વરસાદમાં,

સપનું રોજ ચોળાયું આંખમાં
એક જ ઘા એ વીંધાયું સવારમાં

જીન્દગી વીતી તારા જ આભાસમાં,
રાધાની જેમ વીતી કાનાના સહવાસમાં.

શનિવાર, 29 ઑગસ્ટ, 2009



વાતો રોજ નવી લખતી રહું છું,
કાગળ ને કલમ થી ભરતી રહું છું.

ધારદાર શબ્દોને ગોખ્યા પછી,
તકતી એની મનમાં મઢતી રહું છું.

ખોવાયેલી તારી દરેક યાદોમાં,
સૂની સાંજે હું ય ઢળતી રહું છું.

સ્વપ્નાની યાદી ને યાદ કરી,
રાત આખી હું બળતી રહું છું.

ભીંતોને કરવા જીવંત બે ઘડી માટે,
દિવસ અને રાત મથતી રહું છું.

બુધવાર, 25 ફેબ્રુઆરી, 2009


કંઇક કેટલાય વમળો વચ્ચે ચકરાઉ છું
ડૂબી મધદરીયે વળી કિનારે ટકરાઉ છું

ભ્રમર કને પુષ્પોની તકેદારી રાખું છું
ના કરમાય કોઈ પુષ્પો,ભાળ રાખું છું

શૂન્યવકાશથી નીત જાતને પાલવું છું
ભીતર એક ડરને દરરોજ હું પંપાળું છું

સૌ અચેત છે અહીં એ વાત જાણું છું
સ્પર્શી લજામણીને મનમાં હરખાઉ છું