સોમવાર, 21 જુલાઈ, 2008


પત્રમાં ભીડાયેળી હથેળીઓ ની ભીનાશ મોકલું ??
કે તને સ્પર્શવા જાગેલી ટેરવાઓની તરસ મોકલું ??

ડેમની પાળ પર ભુલાય ગયેલા લાલ ફૂલો મોકલું ??
કે ખોખારો ખાતો ઉંમરલાયક વડલાની છાય મોકલું ??

મહાદેવ ના મંદીરમાં ગાજતો મધુર ઘંટારવ મોકલું??
કે સમી સાંજે ગુંજી ઉઠેલ પખીંઓનો કલરવ મોકલું ??

કોરાધાકર તારા હૈયા માટે ભીની મારી લાગણીઓ મોકલું ??
કે લાગણીઓને જ મૂડી સમજતી મારી સમજણ મોકલું ??

તેમ છતાં લાગે અધુરો પત્ર તો, બોલ હવે હું શું મોકલું ????
ચાલ તારી સાથે જીવેલી મારી જીન્દગીની પળે - પળ મોકલું ....

સોમવાર, 14 જુલાઈ, 2008

બનાવટી ફૂલના ક્યારા


જીવનમાં મને પણ એ ઘણા પ્યારા હતાં,
પણ એ તો બધા સ્વાર્થ ના ચાળા હતાં,
સંબંધો ક્યાં મહેકતા હતાં પહેલાની માફક
બનાવટી ફૂલના બધા ક્યારા હતાં..

ક્યારેક સવારે,ક્યારેક રાત્રે ખીલતા હતાં,
કોઈ ખીલીને તરત જ કરમાતાં હતાં,
રાખી ખુબ જ નજીક, પછી દૂર કરતાં હતાં,
નજીવી બાબતોમાં સંબંધો તોડતા હતાં..

લાગણીઓ સાથે સુંદર રમત રમતાં હતાં,
કોઈ પુછે તો હળવે-હળવે હસતાં હતાં,
બનાવટ પાછળ બધા જ મધમાતાં હતાં,
ને એકમેકથી આમ જ છેતરાતાં હતાં...

શનિવાર, 12 જુલાઈ, 2008

ઓ મેહુલીયા ....


ઓ મેહુલીયા આમ કેમ વરસે છે તું ??
કોરીધાકર ધરતી ને કેમ પજવે છે તું ??

પીછાણે છે સારી રીતે એની તરસને તું ??
તો ઝરમર વરસી કેમ તરસી કરે છે તું ??

રાત્રીના ગાઢ અંધકારમાં શું દેખે છે તું ??
તારી જ વિશાળતાથી એને ઢાંકે છે તું ??

તારા હ્રદયની વાતો ને કદી માને છે તું ??
ભીંજાતી આ ધરાને ક્યારેક નીહાળે છે તું ??

ખીલી ઉઠે છે એનું યૌવન એ જાણે છે તું ??
એ જાણ્યા પછી ક્યારેય એને માણે છે તું ??

સોહામણા તારા સ્પર્શથી શું અજાણ છે તું ??
કે સ્પર્શવા "લજામણી"ને ડોળ કરે છે તું ??

બુધવાર, 2 જુલાઈ, 2008

"લજામણી" થઈ ગઈ


મજાક મજાક માં મજાની વાત થઈ ગઈ,
તું કાયમ માટે મારો,ને હું તારી થઈ ગઈ.

તું ચાહે છે મને એ વાત જાણીતી થઈ ગઈ,
એ જાણીને હું તો પાણી - પાણી થઈ ગઈ.

જિંદગી કઈંક અંશે મારી સારી થઈ ગઈ,
એમ લાગે કે એને પણ હું પ્યારી થઈ ગઈ.

દઝાડતા દિવસોની યાદ ઝાંખી થઈ ગઈ,
ફૂલો અને કટંક ની જાણે મિત્રતા થઈ ગઈ.

વર્ષાની બુંદોથી ધરતી મધમાતી થઈ ગઈ,
હવે સુકાયેલી એક નદી વહેતી થઈ ગઈ.

પેલા જ્યોતિષે કહેલી વાત સાચી થઈ ગઈ,
તને પામી ને હું તો "લજામણી" થઈ ગઈ...