શનિવાર, 12 જુલાઈ, 2008

ઓ મેહુલીયા ....


ઓ મેહુલીયા આમ કેમ વરસે છે તું ??
કોરીધાકર ધરતી ને કેમ પજવે છે તું ??

પીછાણે છે સારી રીતે એની તરસને તું ??
તો ઝરમર વરસી કેમ તરસી કરે છે તું ??

રાત્રીના ગાઢ અંધકારમાં શું દેખે છે તું ??
તારી જ વિશાળતાથી એને ઢાંકે છે તું ??

તારા હ્રદયની વાતો ને કદી માને છે તું ??
ભીંજાતી આ ધરાને ક્યારેક નીહાળે છે તું ??

ખીલી ઉઠે છે એનું યૌવન એ જાણે છે તું ??
એ જાણ્યા પછી ક્યારેય એને માણે છે તું ??

સોહામણા તારા સ્પર્શથી શું અજાણ છે તું ??
કે સ્પર્શવા "લજામણી"ને ડોળ કરે છે તું ??

3 ટિપ્પણીઓ:

અજ્ઞાત કહ્યું...

સરસ રચના છે, વાંચવાની મજા આવી ગઇ, આમ પણ લજામણી મેડમની રચનાઓ સરસ જ હોય છે... આવી સરસ, સ-રસ રચનાઓ લખાતા રહો...

સરસ છે, મને નીચેની કડીઓ સૌથી વધારે ગમી...

પીછાણે છે સારી રીતે એની તરસને તું ??
તો ઝરમર વરસી કેમ તરસી કરે છે તું ??

તારા હ્રદયની વાતો ને કદી માને છે તું ??
ભીંજાતી આ ધરાને ક્યારેક નીહાળે છે તું ??



ઝાકળ

sneha-akshitarak કહ્યું...

તારા હ્રદયની વાતો ને કદી માને છે તું ??
ભીંજાતી આ ધરાને ક્યારેક નીહાળે છે તું ??

ek to aa... ane biji last one.k sparshava 'lajamni ne' superb che.cant express by words.. speech less..wonderful

જીજ્ઞેશ શિરોયા કહ્યું...

તારા હ્રદયની વાતો ને કદી માને છે તું ??
ભીંજાતી આ ધરાને ક્યારેક નીહાળે છે તું ??

Superb.....