મંગળવાર, 28 ડિસેમ્બર, 2010


તારું મને એવું તો વળગણ મળે
સદીયો સુધીનું કોઇ સગપણ મળે

શોધવા તને બેસું તો કણેકણ મળે
કેમ રાતભર હાથમાં મૃગજળ મળે

તારાથી તરબતર ક્ષણક્ષણ મળે
લાલ-લીલા રંગોની રમઝટ મળે

વરસવું તારું ભલે ને ઝરમર મળે
પણ સ્મિત મારું તને હરપળ મળે

શનિવાર, 9 જાન્યુઆરી, 2010



ચંદ્ર પણ ખીલતો નથી તારા ગયા પછી,
પછી,
મારી તો શી વિસાત તારા ગયા પછી


આંખોની આ ગેરસમજ છે.
તું નથી તોય તારી જ સમજ છે !


કહું તો કોને કહું તારા સિવાય
કોઇ પણ નથી તારા સિવાય...

બુધવાર, 6 જાન્યુઆરી, 2010



સાવ નાની વાત ની કેવી અસર થઈ?
એ આંખોની નજર હવે સમજણ થઈ !