સોમવાર, 14 જુલાઈ, 2008

બનાવટી ફૂલના ક્યારા


જીવનમાં મને પણ એ ઘણા પ્યારા હતાં,
પણ એ તો બધા સ્વાર્થ ના ચાળા હતાં,
સંબંધો ક્યાં મહેકતા હતાં પહેલાની માફક
બનાવટી ફૂલના બધા ક્યારા હતાં..

ક્યારેક સવારે,ક્યારેક રાત્રે ખીલતા હતાં,
કોઈ ખીલીને તરત જ કરમાતાં હતાં,
રાખી ખુબ જ નજીક, પછી દૂર કરતાં હતાં,
નજીવી બાબતોમાં સંબંધો તોડતા હતાં..

લાગણીઓ સાથે સુંદર રમત રમતાં હતાં,
કોઈ પુછે તો હળવે-હળવે હસતાં હતાં,
બનાવટ પાછળ બધા જ મધમાતાં હતાં,
ને એકમેકથી આમ જ છેતરાતાં હતાં...

2 ટિપ્પણીઓ:

Jagat કહ્યું...

Hiiiii lajamani, as usual. Simply Gr8. Take care.

Unknown કહ્યું...

ખુબ જ અદભુત
બનાવટી ફૂલ ના ક્યારા ..... ની અંતિમ પંક્તિ
ખરેખર જાણે તમે પણ મારા ભૂતકાળ મા ડોકીયુ કરી આવ્યા