બુધવાર, 2 જુલાઈ, 2008

"લજામણી" થઈ ગઈ


મજાક મજાક માં મજાની વાત થઈ ગઈ,
તું કાયમ માટે મારો,ને હું તારી થઈ ગઈ.

તું ચાહે છે મને એ વાત જાણીતી થઈ ગઈ,
એ જાણીને હું તો પાણી - પાણી થઈ ગઈ.

જિંદગી કઈંક અંશે મારી સારી થઈ ગઈ,
એમ લાગે કે એને પણ હું પ્યારી થઈ ગઈ.

દઝાડતા દિવસોની યાદ ઝાંખી થઈ ગઈ,
ફૂલો અને કટંક ની જાણે મિત્રતા થઈ ગઈ.

વર્ષાની બુંદોથી ધરતી મધમાતી થઈ ગઈ,
હવે સુકાયેલી એક નદી વહેતી થઈ ગઈ.

પેલા જ્યોતિષે કહેલી વાત સાચી થઈ ગઈ,
તને પામી ને હું તો "લજામણી" થઈ ગઈ...

5 ટિપ્પણીઓ:

અજ્ઞાત કહ્યું...

ખરેખર ખૂબ જ સરસ રચના છે, વાંચવાની મજા આવી ગઇ, અને તેમાં પણ નીચેની કડીઓ મને ખૂબ જ સરસ ગમી.... (આ રચના વાંચીને સાવરીઓ રે મારો સાવરીઓ... યાદ આવી જાય છે)

ઝાકળ


મજાક મજાક માં મજાની વાત થઇ ગઇ,
તું કાયમ માટે મારો, ને હું તારી થઇ ગઇ.

જીન્‍દગી કઇક અંશે મારી સારી થઇ ગઇ
એમ લાગે કે એને પણ હું પ્યારી થઇ ગઇ.

Shashank કહ્યું...

Wah Ekta ji,
Khub saras lakhyu che. pahli 2 pankti to khub saras che. Keep it up dear. keep writing.

Regards
ShAsHaNk

Krishna The Universal Truth.. કહ્યું...

khubaj saras vaat kahi chhe..adbhoot..

poonam કહ્યું...

વર્ષાની બુંદોથી ધરતી મધમાતી થઇ ગઇ,
હવે સુકાયેલી એક નદી વહેતી થઇ ગઇ...!
-- લજામણી -- waah sundar rachna ekta ji...

poonam કહ્યું...

વર્ષાની બુંદોથી ધરતી મધમાતી થઇ ગઇ,
હવે સુકાયેલી એક નદી વહેતી થઇ ગઇ...!
-- લજામણી -- waah !! khuub sundar rachna ektaji..