સોમવાર, 21 જુલાઈ, 2008


પત્રમાં ભીડાયેળી હથેળીઓ ની ભીનાશ મોકલું ??
કે તને સ્પર્શવા જાગેલી ટેરવાઓની તરસ મોકલું ??

ડેમની પાળ પર ભુલાય ગયેલા લાલ ફૂલો મોકલું ??
કે ખોખારો ખાતો ઉંમરલાયક વડલાની છાય મોકલું ??

મહાદેવ ના મંદીરમાં ગાજતો મધુર ઘંટારવ મોકલું??
કે સમી સાંજે ગુંજી ઉઠેલ પખીંઓનો કલરવ મોકલું ??

કોરાધાકર તારા હૈયા માટે ભીની મારી લાગણીઓ મોકલું ??
કે લાગણીઓને જ મૂડી સમજતી મારી સમજણ મોકલું ??

તેમ છતાં લાગે અધુરો પત્ર તો, બોલ હવે હું શું મોકલું ????
ચાલ તારી સાથે જીવેલી મારી જીન્દગીની પળે - પળ મોકલું ....

3 ટિપ્પણીઓ:

Shashank કહ્યું...

Wah Ekta ji,
Khub saras. ane ama pan chelli pankti ચાલ તારી સાથે જીવેલી મારી જીન્દગીની પળે-પળ મોક્લુ......ખુબ જ સરસ છે. હ્રદય ને સ્પર્શી ગઇ. ખુબ સરસ લખાણ છે. Keep it up dear....
Best regards
Shashank

અજ્ઞાત કહ્યું...

excellent..........

None કહ્યું...

abhivyakti gami.