મંગળવાર, 25 ડિસેમ્બર, 2007

મારી વહાલી "એકલતા"

વર્ષોથી સંઘરેલી મારી મૂડી તું જ તો છે.
હંમેશા મને તારી ગણતી તું જ તો છે.


મારા જ મનની નિવાસી તું જ તો છે.
મિત્રોથી હંમેશા વંચીત તું જ તો છે.

મને જાણતી ને ,મને જ માણતી તું જ તો છે.
મને સમજાવતી,મને સંભાળતી તું જ તો છે.

મારા હાસ્ય, મારા આંસુમાં તું જ તો છે.
છોડું તારો સાથ તો,બમણી વળગતી તું જ તો છે.

બે ધબકારો વચ્ચેની ખાલી જગ્યામાં તું જ તો છે.
મારા અને પારસમણી વચ્ચેનો સેતું તું જ તો છે.

જેના માટે હું લખું આ કવિતા એ બીજું કોઈ નહીં,
મારી વહાલી "એકલતા" એ તું જ તો છે.

3 ટિપ્પણીઓ:

Shiv@nsh કહ્યું...

ખુબ સરસ.....

શબ્દોની ગોઠવણી વધુ સારી કરી શક્યા હોત તમે....

અજ્ઞાત કહ્યું...

મને ગમશે 'બેફામ'
તમારું સ્મિત બની લહેરાઇ જાવાનું મને ગમશે,
તમારાં આંસુ થઇ લૂંછાઇ જવાનું મને ગમશે.
તમારી શેરીમાં આવીને પહેલા જોઇ લઉં તમને,
ગમે ત્યાં એ પછી ફંટાઇ જાવાનું મને ગમશે.

જગતમાં એમ તો હું ક્યાંય રોકાતો નથી કિન્તુ,
તમે જો રોકશો, રોકાઇ જાવાનું મને ગમશે.

પ્રતિબિંબો તમારાં જો ન દેખાડી શકું તમને,
તો દર્પણ છું છતાં તરડાઇ જાવાનુ મને ગમશે.

જગતમાં હું તો મોટા માનવીના નામ જેવો છું,
કોઇ પાષાણમાં અંકાઇ જાવાનું મને ગમશે.

તમે રડશો છતાં દફનાઇ જાવાનું જ છે 'બેફામ',
પરંતુ હસશો તો દફનાઇ જાવાનું મને ગમશે.

K r I s H n A P a N c H a L કહ્યું...

khubaj saru lakhyu che tame khare khar kyarek apado padchayo pan sath chode che parantu apdi ekalata kyarey saath nathi chodati