શનિવાર, 1 ડિસેમ્બર, 2007

તારી યાદની યાદ.....



તારી યાદને યાદ કરી જ્યારે બેઠી હતી
ત્યારે જ હવામાં કંઈક સુગંધ ફેલાઈ હતી

ચંદ્ર પણ ઊંચેંથી આ ર્દશ્ય નિહાળતો હતો,
ચાંદનીને એ કંઈક સમજાવતો હતો.

તારા સંબોધનને જ્યારે હું સ્પર્શી હતી,
વાદળ સમ આંખ મારી વરસી હતી.

તારી તસ્વીરને જ્યારે મેં ચુમી હતી,
ચાંદની શરમાઈને ધીમું હસી હતી.

ઈશ્વર પાસે જ્યારે મેં તને માંગ્યો હતો,
આકાશમાંથી એક તારો ત્યારે જ ખર્યો હતો.

3 ટિપ્પણીઓ:

Ketan Shah કહ્યું...

ચંદ્ર પણ ઊંચેથી આ દ્ર્શ્ય નિહાળતો હતો
ચાંદનીને એ કંઈક સમજાવતો હતો.

સરસ

અજ્ઞાત કહ્યું...

છેલ્લી પંકતિ ઓ બહું જ સરસ છે. સરસ લખ્યું છે

http://mehtapreeti.blogspot.com/

Unknown કહ્યું...

wow....romentic rachna...lol..khub j saras..keep it up..