શનિવાર, 24 નવેમ્બર, 2007

લખું ઝાકળથી પત્ર પણ....

લખું ઝાકળથી પત્ર પણ તમે તડકામાં ખોલો તો ????

સંબોધું તમને "મારા વાહલા" થી, તો પણ તમે ના સમજો તો ???
વર્ણવું મારી લાગણીઓ ને શબ્દો થકી, પણ તમે અલંકારીક ભાષા સમજો તો ???

લખું ઝાકળથી પત્ર પણ તમે તડકામાં ખોલો તો ????

ઝંખુ તને હું ક્ષણેક્ષણ - પળેપળ, પણ તમે પાગલપણ સમજો તો ??
આખા દિવસનો હું મારો હિસાબ મોકલું, પણ તમે રોજનીશી સમજો તો ??

લખું ઝાકળથી પત્ર પણ તમે તડકામાં ખોલો તો ????

મોકલું મારી એકલતા SMS થી, પણ તમે BLANK SMS સમજો તો ??
વિસ્તારું તમને હું કાગળ ઉપર, પણ તમે મને કવિયત્રી સમજો તો ??

લખું ઝાકળથી પત્ર પણ તમે તડકામાં ખોલો તો ????

4 ટિપ્પણીઓ:

Shiv@nsh કહ્યું...

ખુબ સરસ એકતા......

Ketan Shah કહ્યું...

bahu j saras rachana banavi che.

Ketan

અજ્ઞાત કહ્યું...

Lakhu zaakal thi patr pan tame tadka ma kholo to???

Adbhut pankti....

વિનય ખત્રી કહ્યું...

આવી જ એક રચના આ બ્લોગ પર વાંચી!